વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામમાં રહેતા અને ફુલેશ્વર મહાદેવા મંદિરમાં પૂજા કરતા પુજારી યશગીરી ભરતગીરી ગોસ્વામીએ અમદાવાદના નીકોલમાં આવેલા મામા સરકારના ભુવા બલભદ્રસીંહ ઉર્ફે હકુભાઇ પરમાર ધોરાજીના ધવલ દીપક નિમાવત
અને એક અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે ભુવા બલભદ્રસીંહ ઉર્ફે હકુભાઇ પરમાર તથા ગોડલ કમઢીયા મામા સરકારના ભુવા ધવલ પટેલની આંતરીક માથાકુટમાં તેમણે ધવલ પટેલને સપોર્ટ કર્યો હતો જે સારું ન લગતા આરોપીઓએ તેનો ખાર રાખી ગત તા 1 ના રોજ અર્ટીકા કારના નંબર જી.જે.૦૧. ડબલ્યુ.ઇ.૩૧૧૧ માં આવી બલભદ્રસીંહ ઉર્ફે હકુભાઇ પરમારે લોખંડના પાઇપ વતી ડાબા હાથે તથા જમણા પગે માર મારી ફેક્ચર જેવી ઇજા તથા માથામાં ઇજા કરી વાંસામાં મુંઢ ઇજા પહોચાડી હતી તો ધવલ દીપક નિમાવતે લાકડાના ધોકાથી આકાશ સતીષચંદ્ર ઓઝાને મારમારી માથામાં ઇજા તથા બંન્ને પગે મુંઢ ઇજાઓ તથા એક અજાણ્ધોયા શખ્સે નવઘણ ભલુભાઇ વીકાણીને ડાબા પગે તથા જમણા હાથે માર મારી મુઢ ઇજાઓ પહોચાડી હતી બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

