મોરબીના ખાનગી ટ્યુશન સંચાલક રવિન્દ્ર ત્રિવેદી પર બે દિવસ પહેલા એક સગીર છાત્રા સાથે અડપલા અને જાતીય સોષણ કરવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત કેટલાક છાત્રો અને અન્ય લોકો દ્વારા તેમના પર હુમલો કરી ઈજા પહોચાડી હતી. આ બનાવમાં ટ્યુશન સંચાલક રવિન્દ્ર ત્રિવેદી દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં 8 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી ઓ પૈકી એક છાત્ર ની ફી ભરવાની બાકી હોય તેમજ અનિયમિત હોવાથી આ બાબતે ઠપકો આપતાં 8 આરોપીઓએ વારા ફરતી ઢિકા પાટુ અને લાકડી થી મારમારી હાથ માથા અને શરીરમાં ઈજા પહોંચાડી હતી. પોલીસે ફરિયાદ આધારે અલગ-અલગ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

