HomeGujaratહળવદના શક્તિનગર ગામે લોખંડ ચોરી કરનાર બે શખ્સો પકડાયા, બે ફરાર

હળવદના શક્તિનગર ગામે લોખંડ ચોરી કરનાર બે શખ્સો પકડાયા, બે ફરાર

હળવદ તાલુકાના શક્તિનગર ગામની સીમમાં કોયબા ગામ તરફ જતા ત્યાં આવેલ કેનાલ રોડ ઉપર લોખંડ ચોરી થતી હોય તેવી હળવદ પોલીસને ચોક્કસ બાતમી મળતા ત્યાં જઈ લોખંડની ચોરી કરનાર વિપુલભાઈ કાળુભાઈ પરમાર અને રાવતરામ સેરારામ બાના રહે. રાજસ્થાનવાળાને પકડી લીધા હતા. તેમજ આ મામલે અન્ય બે દિલીપભાઈ ઘનશ્યામભાઈ ભાટિયા અને પ્રભુરામ હેમતારામ નહેરાનું નામ ખુલ્યું હતું. આ શખ્સો રાત્રી દરમિયાન હાઈવેપર અવાવરૂ જગ્યાએ ટ્રક ઉભો રખાવી લોખંડ ચોરી કરતા હતા. તેમજ સ્થળેથી લોખંડના સળિયા અને ટ્રક સહીત કુલ રૂ.- 35,90,040નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તમામ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW