HomeGujaratમાળીયાના ટાઉન વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાંથી 3 કિલો 930 ગ્રામના ગાંજાના જથ્થા...

માળીયાના ટાઉન વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાંથી 3 કિલો 930 ગ્રામના ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ

માળિયા-મિયાણાના ટાઉન વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા ત્યાં માલાણીશેરીના રહેણાંક મકાનમાંથી નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજો 3 કિલો 930 ગ્રામના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ.

મળતી માહિતી અનુસાર, એસસોજી ટીમે બાતમી મળી હતી કે, માળિયા મિયાણા તાલુકામાં વીમોહમદ શેરમોહમદ મોવર રહે. માલાણીશેરી સંધવાણીવાસ માળીયા જી.મોરબીવાળો પોતાના રહેણાક મકાનમાં ગે.કા.રીતે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી પોતાના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે. તેવી મળેલ બાતમી આધારે હકીકત વાળી જગ્યાએ પોલીસે દરોડા પાડતા આરોપીના રહેણાંક મકાનમાંથી નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજાનો જથ્થો વજન 3 કિલો 930 ગ્રામ જેની કિ.રૂ. 39,300 અને 1 મોબાઇલ સહીત કુલ કિંમત રૂ.- 44,300ના મળેલ મુદામાલ સાથે આરોપી વલીમોહંમદ શેરમોહમદ મોવર જાતે મીયાણા ઉવ.21 ધંધો મજુરી રહે.માલાણીશેરી સંધવાણીવાસ માળીયા તા.માળીયા જી.મોરબી મુળ રહે. જુના જીયાસર તા.માળીયા જી.મોરબી પોલીસે ઝડપી લીધો હતો, જયારે અન્ય અસ્લમ રફીકભાઇ માણેક રહે,ઉંન પાટીયા સુરતવાળાનું નામ સામે આવ્યું હતું. આ મામલે માળિયા પોલીસે બંને શખ્સો વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ-8(સી), 20(બી), 29 મુજબ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW