મોરબી તાલુકાના ઝીકીયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રાઈ ડેમ હાલ તેની કુલ સપાટીના 61.79% ભરાયેલ હોય ખેડૂતોની માંગણીને ધ્યાને લઇ શિયાળુ પાકના પીયત માટે હેઠવાસના ચેકડેમ ભરવાના હોવાથી ઘોડાધ્રોઈ ડેમમાંથી આજે રાત્રે 10 વાગ્યે પાણી છોડવામાં આવશે. આજે રાત્રે ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલી 1246 કયુસેક નદીના પટમાં છોડવામાં આવશે. જેની ચેતવણીના ભાગરૂપે સેક્સન ઓફસર દ્વારા ડેમના હેઠવાસમાં આવતા ચકમપર, ઝીકીયારી, જીવાપર, જેતપર(મ.), રાપર, શાપર, જસમતગઢ, સુલ્તાનપુર, માનાબા, ચીખલી સહિતના ગામોને એલર્ટ કર્યા છે. લોકોને નદીના પટનામાં અવર જવર ન કરવા અને માલ ઢોર અને મિલકત નદીના પટથી દુર ખેસડવા સુચના અપાઈ છે.

