ફેક પ્રોફાઈલ પિક્ચર અને નામ નો ઉપયોગ કરી ને ઓનલાઈન ફ્રોડ ની આશંકા
આજના સમયમાં સોશ્યલ મીડિયાનો લોકો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. અવાર નવાર લોકોના ફોટો મોફ કરીને બદનામ કરવામાં આવતા હોવાની અનેક ઘટના બનતી હોય છે. તો લોકો પાસેથી ખોટી જાહેરાતો કરવામાં આવતી હોય છે. ત્યારે વધુ એક સોશ્યલ મીડિયામાં કેટલીક પોસ્ટ વાયરલ થઈ છે જેમાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ના ફોટો રાખી તેમાં મારે 20 લોકોની જરૂર છે ઘરેથી કામ કરો અને ફકત જિલ્લાનું નામ લખો તેવી માહિતી આપી હતી સાથે સાથે મોબાઇલ નંબર પર લખવામાં આવ્યા છે. મહેશ પટેલ તેમજ જ્યોતિ પરમાર નામની અલગ અલગ પ્રોફાઈલ પર થી આં બન્ને ફોટો વાળી પોસ્ટ હાલ વાયરલ થતાં જાણે ઓન લાઇન ફ્રોડ કરવાની ફિરાકમાં હોય તેવી આશંકા સેવાઈ રહી છે.જોકે અંગે હજુ પોલીસ સુધી મામલો પહોચ્યો નથી જેથી કોઈની સાથે આં છેતર પીંડી થઈ છે કે કેમ તે પોલીસ તપાસ બાદ જ સામે આવી શકે છે