મોરબી ડીસ્ટ્રીકટ ટોબેકો કન્ટ્રોલના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપરના આયુષ્યમાન આરોગ્ય મંદીર દ્વારા ખાનપર પ્રાથમિક શાળા ખાતે તમાકુ અંતર્ગત જન જાગૃતિ લાવવા માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેના અંતર્ગત આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાનપર વિસ્તારના લોકોમાં તમાંકુથી થતા રોગો જેવા કે ‘કેન્સર’ ફેફ્સાના રોગો ‘સ્ટોર્ક’ ‘ COPD’ વગેરે જેવાં ગંભીર રોગો બાબતે જાગૃતતા ફેલાવવા માટે ખાનપર પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ. જેમા પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનો લગતી ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ખાનપર પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષકો અને ટીમ ખાનપરના CHO ક્રિષ્ના જી. જમોડ MPHW FHW એ ખુબજ જહેમત ઉઠાવી હતી. અંતે શાળાનાં આચાર્ય ઈશ્વરભાઈ સાવરિયા દ્વારા કાર્યક્રમની સફળતા બદલ શાળાનાં તમામ શિક્ષકો તથાં આરોગ્ય સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

