HomeGujaratમોરબીના બેલામાં દેશી દારૂના અને માસ હાટડા બંધ કરવા ગ્રામજનો પોલીસ...

મોરબીના બેલામાં દેશી દારૂના અને માસ હાટડા બંધ કરવા ગ્રામજનો પોલીસ મથકે પહોચ્યા

મોરબી જિલ્લામાં દારૂ બંધીના મસમોટા દાવા વચ્ચે છે પોલીસ પ્રોહીબીશન કેસ કરી દારૂ વેચાણ પર અંકુશ લેવાની વાતો કરે છે પરંતુ પોલીસના આ દાવાએ વચ્ચે મોરબીના બેલા ગામે દારૂ અને નોનવેજનું ગેરકાયદે વેચાણ થતું હોય, ઉપરાંત આ વેચાણ કરતા શખ્સો ધમકી પણ આપતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરીને જો આ ગેરકાયદે પ્રવૃત્તિઓ બંધ નહિ થાય તો જનતા રેડની ચીમકી આપવામાં આવી છે.આ મામલે મેહુલ જયેશભાઇ આચાર્યએ વિગતો આપતા જણાવ્યું હતું કે બેલા ગામે દારૂ અને નોનવેજનું ગેરકાયદેસર રીતે ધોમ વેચાણ થાય છે. આ વેચાણ કરતા શખ્સોને વેચાણ બંધ કરવા તેઓએ કહ્યું હતું. આ શખ્સોએ એક્સીડેન્ટમાં મારી નાખવાની ધમકી પણ આપી છે. જેથી આ મામલે જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓને ગ્રામજનોએ આવેદન આપ્યું છે. જો તંત્ર દ્વારા આગામી 7 દિવસમાં કાર્યવાહી કરવામાં નહિ આવે તો આ ગેરકાયદે ધમધમતા દારૂ અને નોનવેજના હાટડા ઉપર જનતા રેડ કરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW