HomeNationalહેદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગ વખતે મહિલાના મોતની સાઉથ સુપર સ્ટાર અલ્લુ...

હેદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગ વખતે મહિલાના મોતની સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જુનની ધરપકડ

લાંબા સમયથી દર્શકો જેની રાહ જોઈ રહ્યા હતા તે સાઉથની ફિલ્મ પુષ્પા 2 ગયા સપ્તાહે રીલીઝ થયું હતું અને તે વખતે હેદ્રાબાદની જાણીતી સંધ્યા થીએટરમાં ફિલ્મ ના લીડ રોલ કરનાર સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુન ફિલ્મ ના સ્ક્રીનીંગ વખતે હાજર રહ્યો હતો સાઉથના આ સુપર સ્ટારને નિહાળવા દર્શકો જાણે અધીરા બન્યા હોય તેમ તેને નિહાળવા રીત સર પડાપડી થઇ હતી અને તેના કારણ થી થીએટર માં નાશ ભાગ મચી જતા એક મહિલા દર્શક b ભીડમાં દબાઈ જતા તેનું મોત નીપજ્યું હતું આ ઘટનામાં અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો. હવે હેદરાબાદ પોલીસે એક્શન લઇ કેસમાં સુપર સ્ટાર અલ્લુ અર્જુન અને થિયેટર માલિક સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી.

અલ્લુ અર્જુનને અકસ્માત બાદ પીડિત પરિવારની મદદ પણ કરી હતી. તેણે આ અકસ્માત અંગે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું અને પીડિત પરિવારને આર્થિક મદદ અને સારવારનું વચન આપ્યું હતું. અલ્લુ અર્જુને પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW