Monday, February 17, 2025
HomeGujaratCentral Gujaratઅમદાવાદના સાણંદમાં NIAની ટીમ ત્રાટકી મદરેસામાં કામ કરતી શંકાસ્પદ વ્યક્તિને ઉપાડ્યો,પૂછપરછ કરી

અમદાવાદના સાણંદમાં NIAની ટીમ ત્રાટકી મદરેસામાં કામ કરતી શંકાસ્પદ વ્યક્તિને ઉપાડ્યો,પૂછપરછ કરી

દેશમાં ફરી એકવાર જાણે આતંકી સંગઠન કોઈ મોટી ઘટનાને અંજામ આપવાનો મેલો મનસુબો પાડી રહ્યા છે પરંતુ ભારતની ઈટેલીજન્સ એજન્સી અને ઇનવેસ્ટી ગેશન એજન્સી આવી મેલી મુરાદ નિષ્ફળ બનાવવા સક્રિય છે અને તેને લઇ અવાર નવાર અલગ અલગ જગ્યાએ તપાસ કરતી હોય છે ત્યારે આજે ગુજરાતમાં પણ એન આઈ એ દ્વારા તપાસ શરુ કરી હતી મળતી માહિતી મુજબ અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા મદ્રેસામાં કામ કરતી એક શંકાસ્પદ વ્યક્તિની NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)એ અડધી રાત્રે ઉપાડી લીધો હતો અને તેની પૂછપરછ હાથ ધરી હતી. આતંકી સંગઠન જૈશ-એ- મોહમ્મદ સાથેના કનેકશનને લઈ શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી. જો કે બાદમાં આદિલને છોડી મૂકવામાં આવ્યો હતો અને સ્થાનિક પોલીસને તેના પર નજર રાખવા સૂચના આપવામાં આવી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, છેલ્લાં ઘણાં વર્ષોથી આતંકી સંગઠનનાં મૂળ ક્યાંક ઓનલાઈન પ્લેટફોર્મ પર ડાઈવર્ટ થયાં છે, જેમાં ખાસ કરીને કેટલાંક ખાસ ગ્રુપ બનાવીને એમાં લોકોને અલગ અલગ મોડ્યૂલમાં વિચારધારા સાથે જોડીને ત્યાર બાદ તેમને આતંકી સંગઠનના વિચારમાં જોડી દેવામાં આવતા હોવાની અનેક બાબત સેન્ટ્રલ એજન્સીઓને મળી હતી. એ બાબતે અગાઉ પણ ઘણી વખત તપાસમાં ઓનલાઈન પ્લેટફોર્મથી જોડાયેલા આતંકીઓની કડી એજન્સીને મળી છે.
અમદાવાદ જિલ્લાના સાણંદ પાસે આવેલા એક મદરેસામાં નોકરી કરતા આદિલ નામની એક વ્યક્તિ જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠન સાથે જોડાઈ ગઈ હોવાની વિગત સેન્ટ્રલ એજન્સીને મળી હતી. જેના આધારે તેણે અમદાવાદ જિલ્લા પોલીસની મદદ લઈને મોડીરાતે તેની અટકાયત કરી હતી. આદિલ ઓનલાઈન પ્લેટફોર્મ મારફત દેશવિરોધી કૃત્ય કરતા આતંકી સંગઠન સાથે કનેક્ટ હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
48,551FollowersFollow
2,600SubscribersSubscribe

TRENDING NOW