માળીયા તાલુકાના મોટાભેલા ગામે મોઢુતરીયા લાલજીભાઈ નાગજીભાઈ નામનો યુવાન આર્મીની ટ્રેનીંગ પુર્ણ કરી પરત વતનમાં ફરતા આજે પીપળીયા ચાર રસ્તાથી મોટાભેલાગામ સુધી ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગામ વાસીઓ તથા સગા સંબંધીઓ દ્વારા તેમનું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના ગામની નામ રોશન કરનાર ગામ વાસીઓ ભારત માતા કી જય વંદેમાતરમ્ના નારા સમગ્ર ગામમાં સેરી ગલીએ ગુંજી ઉઠ્યા હતા. આ તકે ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સમગ્ર ગામ વાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ફુલોનુ વરસાદ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર ગામ સમસ્ત તથા બહારથી આવેલા તમામ મહેમાનો માટે સમાજ વાળીએ જમણવારનું પણ આયોજન કરાયું હતું. તેમજ યુવાને સલામી આપીને ગર્વ ભેર તેમના માતા પિતાને ભેટી પડ્યો હતો.