HomeGujaratમોરબીના ગાળા નજીક પેટકોક વેચાણની ઘટનામાં ભાજપ આગેવાનના પુત્ર સહીત 19 આરોપી...

મોરબીના ગાળા નજીક પેટકોક વેચાણની ઘટનામાં ભાજપ આગેવાનના પુત્ર સહીત 19 આરોપી સામે ગુન્હો દાખલ

મોરબીના ગાળા ગામના પાટિયા પાસે મોટા પાયે પેટકોક કોલસાની ચોરી કરી તેમાં વેસ્ટ કોક મિક્સ કરી તેનું ગેર કાયદે વેચાણ કરવાનું મસમોટું કૌભાડ ગઈ કાલે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પકડી પાડવામાં આવ્યું હતું સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપાયેલા પેટકોલ વેસ્ટ કોલસાની ભૂકી ટ્રક, લોડર,રોકડા સહીત લી 3.57 કરોડનો મુદામાલ જપ્ત કર્યો હતો બનાવ અંગે તાલુકા પોલીસે ભાજપ આગેવાન ચંદુભાઈ હુંબલના પુત્ર સહીત 19 લોકો વિરુદ્ધ બી.એન.એસ.કલમ-૩૦૯(૪) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી જયારે એક આરોપી સગીર હોવાથી તેને નોટીસ આપી પરિવારને સોપી દેવાયો હતો

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા ગાળા ગામના પાટિયા પાસે આવેલા શેડમાં દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં મોટા પાયે પેટકોક ચોરી કરી તેમાં હલકી ક્વોલીટીનો કોલસો ભેળવી તેમાં મિક્સ કરી વેચવાના કૌભાંડનો પર્દાફાસ થયો હતો. આરોપીઓ દ્વારા કંડલા પોર્ટ પરથી ઉતરતા ઉચી ક્વોલીટીના કોલસા કે જે રાજસ્થાનની પાર્ટી દ્વારા ખરીદવામાં આવતા હતા ત્યાં પહોચાડવાના બદલે આ સ્થળે લાવવામાં આવતા હતા અને ત્યાંથી કેટલો ક માલ કાઢી લેતા હતા અને બાદમાં તેમાં વેસ્ટ કોક મિક્સ કરી  ફરી રવાના કરી દેતા હતા
ચોરી કરેલા પેટ કોકમાં ફરી બીજો વેસ્ટ કોક મિક્સ કરી તેનું ગેર કાયદે વેચાણ કરતા હોવાનું કૌભાડ કરતા હોવાનું સામે આવ્યું છે આ કૌભાંડમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સ્થળ પરથી ૧૨ આરોપીની ધરપકડ કરી હતી. ઝડપાયેલ શખ્સ મોરબી રાજકોટ ગાંધીધામ જામનગર જીલ્લાના તેમજ બિહારના બે ટ્રક ડ્રાઈવર,એમપી અને દાહોદના એક  લોડર ચાલકનો સમાવેશ  થયો છે આ ઉપરાંત આ કૌભાંડ માં માસ્ટર માઈન્ડ તરીકે ભાજપ આગેવાન ચંદુભાઈ હુંબલના પુત્ર ભગીરથ હુંબલ  રાજકોટના ચિરાગ મણીભાઈ દુદાણી તરીકે નામ ખુલ્યા છે આ ઉપરાંત ગાંધીધામ મોરબી જામનગરજિલ્લાના શખ્સોના નામ પણ પેટકોક ખરીદનાર તરીકે ખુલ્યા છે હાલ આ બનાવમાં સ્ટેટ મોંનીટ રીંગ સેલ દ્વારા 12 આરોપીને  તેમજ સ્થળ પરથી પકડાયેલ 2 ટ્રક, લોડર,હિતાચી મશીન બે કાર મોબાઇલ પેટ કોક અને વેસ્ટ કોક સહીત રૂ 3 કરોડ 57 લાખ થી વધુનું મુદમાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે 

ભાવેશ પ્રાણજીવનભાઈ શેરસીયા, ૨. જયદેવ કરસનભાઈ ડાંગર ૩. મયુર રાજસિંહ સુખદેવસિંહ જાડેજા .૪ સારંગ સુરેશભાઈ ગાંભવી. ૫. ભીખુભાઈ વનરાવનભાઈ ઠક્કર ૬. જયદીપ ગીરી ભરત ગીરી ગોસ્વામી ૭. ગુડ્ડુ કુમાર ભૂદાન રાઈ યાદવ ૮. રાહુલ બનારસી રાય યાદવ ૯ સંજુ કુમાર કિશનભાઇ નીનામા ૧૦ વિપુલ પંચુભાઇ પરમાર ૧૧ દિપક પ્રભાતભાઈ આહીર ભગીરથભાઇ ચંદુલાલ હુંબલ ચીરાગભાઇ મણીભાઇ દુદાણી, કુલદિપસિંહ સુરૂભા ઝાલા, દિલીપભાઇ, વિવાનભાઇ પટેલ, નીકુંજભાઇ પટેલ તેમજ ગાંધીધામના ગુપ્તાજી તેમજ રોકી સહિતના શખ્સ સામે ગુન્હો નોધી તપાસ એસ એમસી ના પી એસ આઈ એલ.ડી.મેતા દ્વારા હાથ ધરવામાં આવી છે
કરોડોના કૌભાંડની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સ્થાનિક પોલીસને સોપવાના બદલે સ્ટેટ મોનીટરીંગ સેલે પોતાના હસ્તક રાખતા આગામી દિવસમાં મસમોટા ધડાકા થાય તેવી સંભાવના સેવાઈ રહી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW