HomeGujaratશેરબજારીઓ સાવધાન! વધારે વળતરની લાલચ આપી મોરબીના યુવક પાસેથી 85.42 લાખ પડાવ્યા

શેરબજારીઓ સાવધાન! વધારે વળતરની લાલચ આપી મોરબીના યુવક પાસેથી 85.42 લાખ પડાવ્યા

મોરબીના એસ.પી.રોડ પર આવેલ સિલ્વર હાઇટસમાં રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા ધર્મેન્દ્રભાઇ નાગજીભાઈ સુતરીયા નામના યુવાને આરોપી 99724 53247, 76299 02726 અને 84148 42406 નંબરના વોટ્સએપ ધારક અને 03190210004517, 22180210004661, 20100031815380, 23560210002216, 31190210001554, 20100031988315 અને 80520210003015 નંબરના બેન્ક એકાઉન્ટ ધારકો વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે,

આરોપીઓએ ફરીયાદીને VIP 14 Surendra stock exchange group વોટ્સએપ ગ્રુપમાં એડડ જે ગ્રુપમાં એડમીનો દ્વારા શેરબજારમાં રીલેટેડ મેસેજ આવતા અને ટીપ્સ આપવામાં આવતી હોય જે બાદ ફરીયાદીને શેરબજારમાં રોકાણ કરી વધુ નફો મેળવવા https://m.emceesing.com/ વાળી લિંક મોકલી ફરીયાદીને વેબ પર ડીમેઇટ એકાઉન્ટ ઓપન કરાવ્યું અને ત્યારબાદ ફરીયાદીને યુ.એસ. સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ અને આઇ.પી.ઓ ભરવાનું કહી ફરીયાદીને શેરબજારમાં ઓનલાઇન રોકાણ કરાવાના બહાને ફરીયાદી પાસેથી કુલ. રૂ. 85,42,100 જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં આરોપીઓએ મેળવી લઇ આજદિન સુધી પરત નહી કરી ફરીયાદી સાથે છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW