મોરબીના ભડીયાદ રોડ આંબેડકર કોલોની સામેથી ગત તા.-23/09/2024ના રોજ GJ-03-FB-0390 નંબરના બાઈકની ચોરી અંગે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ હતી. જે બાદ હ્યુમન સોર્સીસના માધ્યમથી મળેલ હકીકત આધારે નજરબાગ ફાટક પાસે બાઈક હોવાની માહિતી મળતા પોલીસે સ્થળે જઈ ચોરાઉ બાઈક સાથે અશોકભાઈ ગાંડુભાઈ ઉધરેજા રહે. નવા વધાસીયાવાળા ને પોલીસે દબોચી લીધો હતો. પોલીસે સ્પ્લેન્ડર બાઈક કુલ રૂ. 25,000 વાળું રીકવર કર્યું હતું અને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી