ઝુલતા પૂલ દુર્ઘટના પહેલા મોરબી નગરપાલિકા વિસ્તારમાં ભાજપના શાસન હતું અને તે વખતની ચૂંટાયેલ પાંખ દ્વારા બે વર્ષ ના શાસન દરમિયાન શહેરમાં કરેલી કામગીરી અંતર્ગત કરેલ ખર્ચ પૈકી કેટલાક ખર્ચ મ્યુંનીસીપાલીટી એક્ટ ની કલમ 45 ડી હેઠળ કરવામાં આવ્યા હતા 45 ડી એક ચોક્કસ પ્રકારનું ફંડ છે જે આકસ્મિક સંજોગોમાં ઉપયોગ લેવાનું હોય છે જોકે કામમાં જે તે સમયના શાસકો દ્વારા મોટા પાયે ગેર રીતી કરી ખોટી જગ્યાએ વાપર્યા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા અને તે અંગે પાલિકાના ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરી માંગણી કરી હતી આ ઉપરાંત મુખ્યમંત્રી આવાસમાં કેટલા મકાન બન્યા કેટલા ફાળવાયા તેની માહિતી, પાલિકા દ્વારા રખડતા ઢોર સાચવવા બનાવેલ નંદીઘરમાં થયેલા ખર્ચઅને તેમાં રહેલા ઢોરની સંખ્યા અને તેના નિભાવ ખર્ચ સહિતની માંગણી કરવામાં આવી હતી જોકે પાલિકા દ્વારા 5 મહિના કરતા પણ વધારે સમય થવા છતાં માહિતી ન આપતા કોંગ્રેસ દ્વારા પાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદારને પ્રશ્ન પૂછી શા માટે તેઓને વિગત આપવામાં આવતી નથી કોને બચાવવા આ વિગત છુપવામાં આવી છે કે પછી તમામ રેકર્ડ ગુમ કરી દેવાયા છે તેવા સવાલ પૂછ્યા હતા