HomeGujaratમોરબી આમ આદમી પાર્ટી દ્વારા બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ...

મોરબી આમ આદમી પાર્ટી દ્વારા બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું

મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા અને મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ ની આગેવાની હેઠળ મોરબી જિલ્લા ટીમ તથા કાર્યકરો દ્વારા બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિંદુઓ પર અત્યાચાર વધી રહ્યા છે. હિન્દુઓ વસુદેવ કુટુંબ ની ભાવનાથી દરેક જગ્યાએ વસવાટ કરે છે અને ભાઈચારાની ભાવના રાખે છે. ત્યારે બાંગ્લાદેશમાં હીન્દુઓ પર અમાનુષી હત્યાચાર કરવામાં આવી રહ્યો છે અને હિન્દુઓ ના મંદિર ને નુકસાન પહોંચાડે છે અને બાંગલાદેશની સરકાર અપરાધ રોકવાને બદલે હિંદુ સાધુ સંતોની ધરપકડ કરી રહી છે અને લોકોને હિંદુ વિરોધ ભડકાવી રહી છે. ત્યારે બાંગ્લાદેશમાં વસતાં હિન્દુઓ ને બહુમતી ધરાવતા આપણા દેશ પાસે ઘણી આશાઓ છે. છતાં ભાજપની કેન્દ્ર સરકાર નક્કર પગલા લેવાનું ટાળી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા બાંગલાદેશી હિંદુઓ પર અત્યાચાર બંધ કરવા તથા ભાજપ સરકાર નક્કર પગલા લે તેવી માંગ સાથે કલેકટરને પ્રધાનમંત્રીને રજુઆત કરતું આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW