મોરબી જિલ્લામાં નેશનલ હાઇવે તેમજ સ્ટેટ હાઇવે પર ભારે વાહનોને અવરજવરના કારણે ટ્રાફિકજામ તેમજ જીવણ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે તેમાં પણ આડેધડ ચાલતા ઓવરલોડ ટ્રક ચાલકો દ્વારા અવારનવાર બાઈક અને અન્ય નાના વાહનોને હડફેટે લેતા વાહન ચાલકોના મોત પણ થવાની ઘટનામાં પણ વધારો થયો હોવાનું પણ સામે આવ્યું હતું તાજેતરમાં રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ ની વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન ઓવરલોડ ચાલતા ટ્રકનું ચેકિંગ કરવા સૂચના આપવામાં આવ્યા બાદ ગઈકાલે જિલ્લા પોલીસ દ્વારા નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે પર અલગ અલગ સ્થળોએ સરપ્રાઈઝ પેકિંગ હાથ ધર્યું હતું. જેમાં લાઇસન્સ વિના ચાલતા વાહન ચાલકો એચએસઆરપી વગરની નંબર પ્લેટ તૂટેલી કે ફેન્સી નંબર પ્લેટ વાળા વાહનો ઓવરલોડ ભરેલા વાહનો તેમજ તાડપત્રી ન ઢાંકેલા હોય તેવા વાહનો ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા માત્ર બે કલાકના ચેકિંગ દરમિયાન 450 થી વધુ વાહનોની તપાસણી કરવામાં આવી હતી. જેમાં મોટા વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા તેમજ રોંગ સાઈડ કે ઓવર્સ સ્પીડમાં ચાલતા 18 જેટલા વાહન ચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત લાઇસન્સ ન હોય તેવા 27 વાહન ચાલકો, આરસીબુક સાથે ન રાખનાર 26 ભારે વાહ વાહન ચાલકો, એચ.એસ.આર.પી નંબર પ્લેટ ન હોય તેવા 40 વાહનો અને તાડપત્રી હોય તેવા બાર જેટલા વાહનો ને સ્થળ પર દંડ ફટ કરવામાં મોરબી પોલીસે માત્ર બે કલાકમાં નિયમ ભંગ કરનાર વાહન ચાલકો પાસેથી રું62,300નો દંડ ફટકાર્યો હતો .