મોરબી શહેરના પંચાસર રોડ પર આવેલા રાજનગર સંગાથ પેલેસ ફ્લેટ નં.૫૦૧માં રહેતા જયદીપભાઈ લાલજીભાઈ માણસુરીયાએ જયસુખભાઈ ઉર્ફે જશાભાઈ મિયાત્રા નામના વ્યાજખોર વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી આરોપી જયસુખે જયદીપભાઈ પાસેથી બળજબરી પુર્વક વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરી છરી બતાવી જયદીપભાઈ એક્સીસ બેંકના બે કોરા ચેક પડાવી લઈ તેના રહેણાક મકાન મા ગે.કા પ્રવેશ કરી ફરીયાદીના પત્નિ ને વ્યાજના પૈસાની ઉઘરાણી બાબતે ફડાકા મારી જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી