મોરબી જિલ્લામાં ખનીજ ચોરીનું પ્રમાણ સતત વધી રહ્યા છે. જેની સતત ફરિયાદ આધારે ખાણ ખનીજ વિભાગ દર અલગ અલગ સ્થળે તપાસ કરતા મોરબી તલુકાના સોખડા ગામમાં ખનીજ ચોરી થતી હોવાનું સામે ખાણ ખનીજ વિભાગે દરોડો પાડી ત્રણ ટ્રકને પકડી પાડ્યા હતા જેની તપાસ કરતા GJ-36-V-4704 નંબરનો ટ્રક મલ સુરેશભાઈ નાંગળાનો GJ-36-X-2643 નંબરનો ટ્રક કડીવાર હિતેષભાઈ નરભેરામભાઈ, તેમજ GJ-10-TY-2006જયનમભાઈ ચંદુભાઈ રાઠોડ નો હોવાનું સામે આવ્યું હતું ખાણ ખનીજ વિભાગે સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર વહન કરવા બદલ સ્થળેથી વાહનો પકડી સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન સોપવામાં આવ્યો હતો આ ઉપરાંત માળીયા (મી) માંથી રજિસ્ટ્રેશન વિનાનો ડમ્પર પણ પકડી પાડ્યો હતો જેનો માલિક જીતુભા દરબાર રે- ખીલોસ તા,જી- જામનગર ને ખનીજ સાદી રેતી ના ગેરકાયદેસર વહન બદલ સ્થળે વાહન સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન માળિયા(મી) ખાતે મુકવા માં આવેલ છે. આમ કુલ ૪ વાહનો ને ગેરકાયદેસર રીતે વહન કરતા અંદાજીત ૧.૫૦ કરોડ નો મુદામાલ જપ્ત કરી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી હતી.