HomeGujaratમોરબીમાં વ્યાજખોરો પર ફરી સંકજો કસાયો? જિલ્લામાં એક દિવસમાં ત્રણ વ્યાજખોરી ના...

મોરબીમાં વ્યાજખોરો પર ફરી સંકજો કસાયો? જિલ્લામાં એક દિવસમાં ત્રણ વ્યાજખોરી ના ગુના દાખલ

મોરબી જિલ્લામાં વ્યાજખોરો નો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો હોય તે પ્રકારની ઘટના ઓ વારંવાર સામે આવી રહી છે એક તરફ પોલીસ એવ સાબિત કરી રહી છે કે મોરબીમાં ગુનાઘોરી ઘટી રહી છે પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ જ જોવા મળી રહી છે મોરબીમાં ક્યાંક જમીન ગુમાવી હોય તો ક્યાંક મિલકત ગુમાવવિ હોય તેવી ઘટના અનેક સામે આવી છે અને વ્યાજખોરોની ધમકી અને પઠાણી ઉઘરાણીથી એક યુવાનને જીવ ગુમાવવનો વારો આવ્યો હતો.

મોરબીમાં અનેક ફરિયાદો બાદ ગઈ કાલે ડી આઇજી અશોક કુમાર યાદવ દ્વારા અરજદારો ને સાંભળવામાં આવ્યા બાદ જે તે પોલીસ મથકમાં ફરિયાદ કરવા સૂચના આપવામાં આવી હતી જે બાદ જિલ્લાના અલગ અલગ ત્રણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

પ્રથમ ફરિયાદ મોરબી શહેરમાં રહેતા ઉમંગ વિમલભાઈ વાણિયાએ એ ડિવિઝન પોલીસ મથક આરોપી પ્રકાશભાઇ ઉર્ફે બાબુભાઇ મનસુખભાઇ રાઠોડ તુફેલ અલીભાઇ ગલરીયા અનિરૂધ્ધસિંહ ઉર્ફે કાળો જામભા જાડેજા હસન અલી બ્લોચ હીરાભાઇ દેવસીભાઇ રબારી જુબેર અલીભાઇ ગલરીયા ભાવીક વિમલભાઇ સેજપાલ ઇન્દ્રજીત ગજેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે ઉમંગભાઈ અને તેના પિતા બીમલભાઈ એ આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે વ્યાજે રૂપીયા લીધેલ હોય જેનુ ઉચુ વ્યાજ તથા મુળ રકમ ચુકતે ન કરી શકતા આ કામના આરોપીઓએ ફરી. તથા ફરી.ના ભાઇ તથા પિતા પાસે પઠાણી ઉઘરાણી કરી તેમજ ફરી.ના ભાઇના જીવને જોખમમા નાખીને ફરી.પાસેથી રૂપીયા લઇ લીધેલ હોય તેમજ ફરી.પાસેથી આરોપીઓએ એકટીવા નંગ.૦૩ તથા એક સ્વીફટ કાર (૦૧) લઇ લીધેલ હોય તેમજ ફરી. તથા ભુંડી ગાળો બોલી ઢીકા પાટુનો માર મારી ચેક રિટર્ન કરાવી કેસ કરવાની ધમકીઓ આપી હતી બનાવમાં પોલીસે ફરિયાદ આધારે ત્રણ આરોપીની ધરપકડ હાથ ધરી હતી.

ટંકારા પડધરીના ધારાસભ્ય મોટી મોટી વાતો કરતા કહી રહ્યા છે કે કોઈ પણ ફરિયાદ હોઈ તો અમારી પાસે આવો શું સાહેબ તમારી પાસે આવી તમેતો ન્યાય અપાવી સકતા નથી તમારા જ વિસ્તારમાં તમારા જ ભાજપના કાર્યકર્તા વ્યાજના ચક્રમાં ફસાય ગયા છે તો કેમ એમને યોગ્ય ન્યાય નહિ મળતો સાહેબ લોકોને સારું લગાડવા અને મત મેળવવા માટે ખોટા બણગા ફૂકવાનું બંધ કરી યોગ્ય ન્યાય અપાવો તો લોકો આપ મેળે તમારી પાસે આવશે બીજી ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં બેચરભાઈ મગનભાઈ ઘોડાસરાએ નોંધાવી હતી જે મુજબ હિરેન રાજેશભાઈ પંડ્યાએ ઉંચા વ્યાજે નાણા અપાયા હતાં તેમ છતાં તેણે એ વ્યાજ સહીત મુદલ રકમ પરત આપી દીધેલ હોવા છતા બળજબરી પુર્વક વધુ વ્યાજ લેવા માટે ફરીયાદી પાસે નોટરી લખાણ લખાવી લઇ ફરીયાદીએ આપેલ કોરા ચેક માં રકમ ભરી ચેક રીટન થતા કોર્ટમાં નેગો ૧૩૮ મુજબ કેસ કરી હેરાન પરેશાન કરી ઉચા વ્યાજના રૂપીયાની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ત્રીજી ફરિયાદ માળિયા મિયાણા પોલીસ મથકમાં નોંધાઈ હતી જેમાં

સુધિર વલ્લભભાઈ પાટડીયા એ સરવળ ગામના દેવશી લાલજી સરડવા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતુ કે આઇ.પી.સી. કલમ-૩૮૬,૫૦૪ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ ૨૦૧૧ કલમ ૪૦,૪૨ મુજબ તે એવી રીતે કે, આ કામના ફરીયાદીએ આ કામના આરોપી પાસેથી રૂપીયા ૯૦ હજાર ૫ ટકા લેખે વ્યાજે લીધેલ તે પેટે ફરીયાદીએ આ કામના આરોપીઓને ૧ લાખ ૧૩ હજાર વ્યાજ સહીત આપવા છતા આ કામના આરોપીએ વધુ ૬૫ હજાર રૂપીયા આપવાની માંગણી કરી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ફરીયાદીને ગાળો આપી જાન થી મારી નાખવાની ધમકી આપી બળજબરી પુર્વક કોરા ચેકમા સહી લઇ કોરો ચેક પડાવી લીધા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW