હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે સુસવાવ ગામે અરવિંદભાઈ ભગવાનજીભાઈ પટેલની વાડીમાં રેડ મારતા ત્યાં ચાલતું જુગારધામ ઝડપાયું હતું. ત્યાં જુગાર રમતા સુરેશભાઈ જયંતિભાઈ પટેલ, હસમુખભાઈ વલમજીભાઈ પટેલ, જગમાલભાઈ રેવાભાઈ ભરવાડ, અશ્વિનભાઈ રામજીભાઈ મોરડિયા, જગદીશભાઈ ફુલજીભાઈ પટેલ, સતીષભાઈ ધનજીભાઈ પટેલ અને મહેશભાઈ રણછોડભાઈ પટેલ નામના સાત શખ્સોને પોલીસે રૂ.- 7,09,130ના મુદામાલ સાથે દબોચી લીધા હતા, જયારે રેડ દરમિયાન વાડીનો માલિક અરવિંદભાઈ ભગવાનજીભાઈ પટેલ સ્થળે હાજર ન મળતા પોલીસે તેને ફરાર દર્શાવી અને સાત આરોપી વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

