વાંકાનેર પોલીસને મળેલ બાતમીના આધારે ભલગામ પાસે આવેલ તુલસી હોટલ પાછળ રસ્તા પર પેટ્રોલીગમાં હોય તે દરમિયાન GJ-36-AF-3451 નંબરની ઇકો કારનો ચાલક પોલીસની હાજરી પામી જતા ઇકો કાર રેઢી મુકી નાશી ગયો હતો. જે બાદ પોલીસને તે કાર શંકાસ્પદ જણાતા તેની તલાશી લેતા તેમાંથી 400 લીટર દેશી દારૂનો જથ્થો મળ્યો હતો, તેમજ ઇકો કાર અને દેશી દારૂના સહીત મળેલ કુલ- 3,80,000નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે કારના નંબર આધારે ગુનો નોધી ફરાર આરોપીને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

