HomeGujaratમોરબીમાં ખાનગી એજન્સીએ અચાનક સીટી બસના પૈડા થંભાવી દીધા, પાલિકા પોતાની બસ...

મોરબીમાં ખાનગી એજન્સીએ અચાનક સીટી બસના પૈડા થંભાવી દીધા, પાલિકા પોતાની બસ ફરી દોડાવશે

મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય  તેમજ ઉદ્યોગ વિસ્તારમાં આવન જાવન માટે પાલિકા દ્વારા મુખ્ય મંત્રી શહેરી બસ સેવા યોજના હેઠળ સિટીબસ સેવા શરુ કરી હતી અને તેની કામગીરી ગુરુ કૃપા બસ સર્વિસ નામની  ખાનગી એજન્સીને સંચાલન સોપ્યું હતું ખુબ નજીક રકમમાં સીટી બસ ચાલતી હોવાથી તમાંમ રૂટ પર મુસાફરો પૂરતા પ્રમાણમાં મળતા હતા મોરબી લજાઈ રૂટની બસ દિવસ દરમિયાન ઓવર પેસેન્જર સાથે જ દોડતી જોવા મળતી હતી છતાં અગાઉ બસ થવાની ઘટના બની હતી જેમાં  પાલિકા દ્વારાઅગાઉ  પેમેન્ટ ન મળવા કે સંચાલન પરવડતું ન હોવાના કારણ આપી બંધ કરી દેવાઈ હતી જોકે બાદમાં ધારાસભ્યની દરમિયાનગીરીથી એક વર્ષ પહેલા ફરી એકવાર  સીટી બસ સેવા શરુ કરવામાં આવી હતી વર્ષ સુધી અલગ અલગ રૂટમાં ૬ જેટલી બસ દોડી હતી જોકે ફરી એકવાર ગુરુક્ર્પા એજન્સી દ્વારા સંચાલન કરવાની ઘસીને નાં પાડી દેતા ખાનગી એજન્સીના પૈડા થંભી ગયા છે જેના કારણે મુસાફરો રઝળી પડ્યા હતા અચાનક સેવા બંધ થતા મહિલા મુસાફરોની હાલત કફોડી બની હતી જે બાદ પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણથી ત્રણ સીટી બસ સેવા શરુ કરવી પડી હતી જોકે દિવસ દરમીયાન અલગ અલગ વિસ્તામાં ૮ જેટલી બસ અલગ અલગ રૂટ પર દોડતી હતી તેના બદલે માત્ર ત્રણ બસ દોડતી થતા મુસાફરો ને ન છૂટકે રીક્ષા અને અન્ય ખાનગી વ્હીકલમાં જવાની ફરજ પડી હતી 

જોકે આ મુદે ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળા એ જણાવ્યું હતું કે હાલ જે એજન્સી દ્વારા બસનું સંચાલન કરવામાં આવે છે તે કોન્ટ્રાકટમાં મુકાયેલ શરતોનો ભંગ કરતા હોવાનું સામે આવતા તેને બે વખત નોટીસ આપી નિયમ પાલન કરવા જણાવ્યું હતું પરંતુ તેના દ્વારા શરતોનું પાલન કરવા સક્ષમ ન હોવાનું કારણ આપી કોન્ટ્રકટ પૂર્ણ કરવામાં ડીફોલ્ટ જાહેર થઇ છે અને કામગીરી બંધ કરી છે પાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા રૂપે ત્રણ બસ ત્રાજપરથી ગાંધી ચોક અને ગાંધી ચોકથી લજાઈ રૂટ પર સંચાલન ચાલુ રાખ્યું છે એજન્સી શરત ભંગ માટે પેનલ્ટી ફટકારવામાં આવશે આ ઉપરાંત ફરી ટેન્ડર પ્રકિયા પણ શરુ કરી છે નવી એજન્સી ફાયનલ થયે ફરી તેના દ્વારા સેવા શરુ કરાશે    

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW