HomeGujaratમોરબી RTO કચેરીમાં અરજદાર અને કર્મી સિવાય બિન અધિકૃત લોકોના પ્રવેશ પર...

મોરબી RTO કચેરીમાં અરજદાર અને કર્મી સિવાય બિન અધિકૃત લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો

મોરબી આરટીઓ કચેરીમાં આવતા અરજદારોને કોઈ લેભાગુ તત્વો દ્વાર ખોટી રીતે આર્થીક વહીવટ ના નામે ખોટી પ્રવૃત્તિ ન કરે તે માટે આરટીઓ કચેરીમાં એજન્ટ પ્રથા અમલમાં નથી. પરંતુ તેમ છતાં બિન અધિકૃત ઈસમો દ્વારા અત્રેની કચેરીના કમ્પાઉન્ડમાં લેભાગુ પ્રવૃતિઓ આચરવામાં આવે છે. આવી પ્રવૃત્તિઓ રોકવા, લોકોના નાણાંનો ખોટી રીતે વ્યય ન થાય, સરકારના નિયમોનું વ્યવસ્થિત પાલન થાય અને કચેરીની કામગીરી ઝડપથી આગળ વધે તે માટે બિન અધિકૃત વ્યક્તિઓની મોરબી જિલ્લા આરટીઓ કચેરી અને તેના આસપાસના વિસ્તારોમાં અવર જવર કરવા પર પ્રતિબંધ લગાવવો આવશ્યક છે.

આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખતા જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી, મોરબી દ્વારા વાંકાનેર મોરબી નેશનલ હાઇવે જાંબુડીયા ખાતે સ્થિત સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, મોરબી ખાતે સમગ્ર કમ્પાઉન્ડમાં, આ કચેરીમાં કામ કરતા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, પોતાના સરકારી કામ માટે આવેલા હોય, વ્યાજબી કામ સબબ આવેલા અરજદારો તથા નાગરિકો સિવાયના અનઅધિકૃત વ્યક્તિઓ, વ્યક્તિઓના ટોળાઓને આ કચેરી અને આસસના વિસ્તારમાં પ્રવેશ કરવા પર અટકાવવા, ઊભા રહેવા અને અત્રે જણાવેલ તમામ બાબતો અનુસાર ગેરકાયદેસર કામગીરી કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW