HomeGujaratમોરબીમાં વ્યાજખોરે એક લાખના બદલે 5લાખની માગણી કરી યુવકને ધોકાવ્યો 

મોરબીમાં વ્યાજખોરે એક લાખના બદલે 5લાખની માગણી કરી યુવકને ધોકાવ્યો 

યુવકે વ્યાજ સહિતની રકમ ચૂકવી છતાં વધુ માગણી કરી માર મારતા પોલીસે ફરિયાદ,

મોરબી શહેરમાં રહેતા યુવાને વ્યાજે લીધેલા રૂપિયા જેટલી રકમ અને વ્યાજ સહિતની રકમ ચૂકવી હોવા છતાં વ્યાજખોરો દ્વારા રૂપિયા પાંચ લાખની ઉઘરાણી કરી હતી અને તેના માટે તેને રવાપર રોડ પાસે આવેલા પેટ્રોલ પંપે બોલાવ્યો હતો અને ત્યાં રૂપિયાની ઉઘરાણી કરી હતી. જોકે યુવાને તમામ રૂપિયા ચૂકવી હોવાનું જણાવતા આરોપીઓ દ્વારા લાકડાના ધોકા વડે માર મારતા યુવકને ઈજા પહોંચતા સારવાર સાથે ખસેડાય હતો.

આ બનાવવા અંગે એ-ડવિઝન પોલીસ મથકમાં બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની મળતી માહિતી મુજબ, મોરબી શહેરના સનાળા રોડ પર આવેલી ધરતી એપાર્ટમેન્ટમાં રહેતા ચિરાગ મહેશભાઈ ગોસ્વામી નામના યુવાને શિવમ રબારી અને હીરા રબારી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ચિરાગે શિવમ રબારી નામના શખ્સ પાસેથી રૂપિયા એક લાખ વ્યાજ પેટે લીધા હતા. જેની સામે વ્યાજ સહિત 1,80,000 જેટલી રકમ ચૂકવી હોવા છતાં આરોપીઓ દ્વારા પાંચ લાખની માંગણી કરવામાં આવી હતી. જેથી યુવકે આ રકમ આપવાની ના પાડતા આરોપી દ્વારા માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓ દ્વારા રૂપિયા પાંચ લાખની ઉઘરાણીને લઇ ફોન કરી રવાપર રોડ પાસે આવેલા પેટ્રોલ પંપે બોલાવી મારમાર્યો હોવાનું જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW