મોરબી શહેરમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરી તેના જ વિસ્તારમાં આવેલા ડાન્સ કલાસીસમાં ડાન્સ શીખવા જતી હતી ત્યારે ત્યાં ડાન્સ શીખવતા અને વીસીપરા વિસ્તાર વિધર્મી શખ્સ ઈરફાન અલી માણેકે તેને પોતાની વાતોમાં ફસાવી ફોસલાવી લીધી હતી બાદમાં તેનું અપહરણ કરી પોતાની સાથે લઇ ગયો હતો. ઘટનાની જાણ થતા સગીરાના પરિવારજનોના જાણે પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવી સ્થિતિ બની હતી પોતાની લાડકી દીકરી માટે હિમત કરી સગીરાની માતાએ આરોપી વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી ફરીયાદ આધારે પોલીસે આરોપી ઈરફાન અલીની શોધખોળ કરી તેને ઝડપી લીધો હતો અને તેની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી જેલ હવાલે કર્યો હતો

