મોરબી તાલુકાના મકનસરના પ્રેમજીનગરમાં રહેતા અરવિંદભાઇ શેખવાએ શિવ શક્તિ રોડવેઝના GJ-36-V-3011નંબરનું ડમ્પર લઈને મોરબી થી માળીયા તરફ જતા હતા. તે દરમ્યાન ગાળા પાટીયા પાસે પહોચતા રોડની વચ્ચે કટમાથી મોરબી માળીયા તરફના રોડ ઉપર અચાનક આવતા GJ-12-BX-5051 નંબરના ટ્રક કન્ટેનરની સાથે ડમ્પર ભટકાતા ફરી.ના ભાઇ અરવિંદભાઇ ડમ્પરની કેબીનમા અંદર દબાય જતા બન્ને પગમા તથા માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં તે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

