HomeGujaratમોરબીના માંડલ નજીક ઇકો કારમાં બાંધીને લાવતા પાડાને ગૌ રક્ષકોએ છોડાવ્યો

મોરબીના માંડલ નજીક ઇકો કારમાં બાંધીને લાવતા પાડાને ગૌ રક્ષકોએ છોડાવ્યો

હળવદ-મોરબી રોડ પર આવતી ઇકો કારમાં પાડાને બાંધીને લઇ આવતા હોવાની માહિતી આધારે ગૌ રક્ષકોની ટીમે મોરબીના માંડલ ગામ નજીક રોકી ઇકો કારમાં તલાશી લેતા ક્રુરતાપૂર્વક એક પાડાને બાંધીને રાખવામાં આવ્યો હતો અને ત્રણ ઇસમોને ઝડપી લઈને વાહન સહિતનો મુદામાલ પોલીસ મથક હવાલે કર્યો હતો.

હળવદથી મોરબી તરફ એક ઇકો કારમાં અબોલ જીવને કતલખાને લઇ જવાતા હોવાની બાતમી મળતા ગૌરક્ષકોની ટીમે વોચ ગોઠવી હતી અને વહેલી સવારે મોરબીના માંડલ ગામ નજીક ઇકો કાર આંતરી લઈને રોકીને ચેક કરતા ક્રુરતાપૂર્વક મોઢું અને હાથ પગ બાંધીને જીવ નંગ એક પાડાને દોરડેથી બાંધી લઇ જવાતો હતો જેથી ગૌરક્ષકોની ટીમે ત્રણ ઇસમોને ઝડપી લઈને ઇકો કાર અને જીવ નંગ 01 સહિતનો મુદામાલ મોરબી તાલુકા પોલીસ મથકની ટીમને સોપી દીધો હતો.  

આ કામગીરીમાં એનીમલ વેલફેર ગુજરાત ચેરમેન દિલીપભાઈ શાહના માર્ગદર્શન હેઠળ હિંદુ યુવા વાનીનીના કમલેશભાઈ બોરીચા, ચેતનભાઈ પાટડીયા, ભાવિનભાઈ, હિતરાજસિંહ પરમાર, જય કિશન અવાડીયા, સુરેશભાઈ રબારી, પાર્થભાઈ નિમાવત, યશભાઈ વાઘેલા, વૈભવ પટેલ, મનીષ કણઝારીયા, દીપકભાઈ રાજગોર, સનીભાઈ કલોલા, પંકજભાઈ નકુમ, નિખીલભાઈ ચુડાસમા, હર્ષભાઈ, ઈશ્વરભાઈ કણઝારીયા, દિનેશ લોરિયા, હરેશ ચૌહાણ, હિરેન વ્યાસ, સહિતની ટીમ જોડાયેલ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW