HomeGujaratGVT ટાઈલ્સમાં ગ્લેઝ લેયર ટેસ્ટ કરવા ચીનનો પ્રસ્તાવ મોરબીના ઉદ્યોગ માટે ઘાતક...

GVT ટાઈલ્સમાં ગ્લેઝ લેયર ટેસ્ટ કરવા ચીનનો પ્રસ્તાવ મોરબીના ઉદ્યોગ માટે ઘાતક સિરામિક એસો.એ વિરોધ નોધાવ્યો

પોર્ટુગલ માં ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશન ની વર્કીંગ કમિટી ની મીટીંગ ગત તા ગત તા. ૨૧ નવેમ્બર ના રોજ યોજાઈ હતી. જેમાં આઇએસઓ ટીસી/૧૮૯ ટાઇલ્સ માટેનુ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશન છે. જેમાં પુરા વિશ્વભર માંથી ૨૯ દેશ સભ્ય છે. તેમાંથી ૨૧ દેશ ના ડેલિગેશન  આઇએસઓ ટીસી /૧૮૯ ની મીટીંગમાં હાજર રહ્યા હતા .આ વર્કિંગ કમીટી ની મીટીંગ પોર્ટુગલ ના ઇલ્હાવો સિટીમાં તા. ૨૧ થી  ૨૩ નવેમ્બર આયોજીત થયેલ. જેમાં ભારતીય ડેલિગેશન  ના પ્રતિનિધી તરીકે ચાર મેમ્બર આ મીટીંગ માં હાજરી આપવા ઇલ્હાવો – પોર્ટુગલ માં હાજર રહ્યા હતા.  જેમાં પ્રસાંત  યાદવ- સેક્રેટરી બ્યુરો  ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડ – દિલ્હી , પ્રિજમ જોનસન લિમિટેડ – દેવાસ એમપી- આર એન્ડ ડી હેડ સુદિપ્તો સાહા અને મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ હરેશ બોપલિયા, જેરામભાઇ કાવર- નેશનલ સેરા લેબ હાજરી આપી હતી . 
આ કમિટી મીટીંગ માં ૨૧ નવેમ્બર ૨૦૨૪ ના રોજ ચાઇના તરફ થી ઇલાસ્ટીક મોડ્યુલસ ફોર સબટ્રેસ એન્ડ ગ્લેઝ લેયર નામનો ટેસ્ટ ફરજીયાત દાખલ કરવા માંગતો પ્રસ્તાવ રાખ્યો હતો અને આ બાબત ની ટેસ્ટ મેથડ રજુ કરેલ હતી. જેમાં ભારતીય ડેલિગેશન તરફથી જોરદાર વિરોધ નોંઘાવેલ હતો અને આ વિરોધને ટેકો આપવા માટે અમેરિકા,ઇટાલી,બ્રાઝીલ,ઓસ્ટ્રેલિયા અને તર્કી ના ડેલિગેશન આગળ આવ્યા હતા અને ધારદાર રજુઆત કરી હતી. ચાઇના સામે ભારતના આ વિરોધની કમિટીના ચેરમેન ડો. સેન્ડર્સ જોહ્ન પી.- અમેરિકા એ નોંધ લઇને ભારતની તરફેણમાં નિર્ણય આપવા માટે આશ્વાશન આપેલ હતુ. આ નિર્ણયની માહીતી મિટીંગ ની મીનિટ નોંધ માંથી નોંધ પડ્યે નકી થશે કે ચેરમેને શુ ચુકાદો આપ્યો. આ કમિટી માં ચેરમેનનો ચુકાદો આખરી અને ફાઇનલ હોય છે.
   આ ટેસ્ટ આવવાથી આપણા મોરબીના જીવીટી બનાવતા એકમો ને ઘણી બધી નુકસાની જાય તેમ છે. કારણ કે આ ટેસ્ટ મુજબ ની ગુણવતા માટે ની ટાઇલ્સ બનાવવા માટે આપણા ભારત માં આ સ્ટાન્ડર્ડ માટે નુ રો મટીરીયલ ઉપલબ્ધ નથી. જો આ ટેસ્ટ આંતર રાષ્ટ્રિય સ્ટાન્ડર્ડ માં આવે તો આ મુજબ ની ગુણવતા વાળી ટાઇલ્સ બનાવવા માટે ભારતે બીજા દેશ પર રો મટીરીયલ્સ માટે આધારીત રહેવુ પડે.આ તકે ચાઇનાની મેલી મુરાદ ને સમયે પારખીને ભારતીય ડેલિગેશને બિન જરુરી ટેસ્ટ મેથડનો વિરોધ કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW