HomeGujaratમોરબીમાં ઉદ્યોગપતિને જોન્સન કંપનીના એકઝીક્યુટીવ ડાયરેક્ટરની ખોટી ઓળખ આપી 98 લાખની છેતરપીંડી

મોરબીમાં ઉદ્યોગપતિને જોન્સન કંપનીના એકઝીક્યુટીવ ડાયરેક્ટરની ખોટી ઓળખ આપી 98 લાખની છેતરપીંડી

મોરબીના આલાપ રોડ પાસે આવેલ શીવશક્તિપાર્ક આસોપાલવ એપાર્ટમેન્ટમાં રહેતા કેતનભાઈ પ્રભુભાઈ દલસાણીયાએ આરોપી ૯૯૩૬૯ ૫૫૭૧૬ નંબરના વોટ્સએપ ધારક અને ૩૪૯૯૦૨૧૦૦૦૦૬૮૭ના યુકો બેન્ક એકાઉન્ટ ધારક વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી વ્હોટશએપ નંબર ૯૯૩૬૯ ૫૫૭૧૬ વાળાએ ફરિયાદીના મોબાઇલમાં વ્હોટસએપમાં મેસેઝ કરી ફરીયાદિને પોતે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર શરત ચાંડાક તરીકે વાત કરી ફરીયાદીનો વિશ્વાસ કેળવી અને ફરીયાદી અવારનવાર વ્હોટસએપ ચેટ દ્રારા આ જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર શરત ચાંડાક સાથે નાણાકીય વ્યહવાર કરતા હતા.

જે બાદ ફરીયાદિને આ જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટર શરત ચાંડાકે યુકો બેંક એકાઉન્ટ નંબર ૩૪૯૯૦૨૧૦૦૦૦૬૮૭ ફરીયાદિના વ્હોટસએપમાં મોકલી હોય અને ફરી.ને રૂ. ૯૮,૦૦,૦૦૦ ડીલરને એડવાન્સ પેમેન્ટ તરીકે મોકલી આપવા ચેટથી વાત કરેલ હોય જેથી ફરીયાદિએ આ યુકો બેંક એકાઉન્ટ નંબરમાં રૂ ૯૮,૦૦,૦૦૦ આર.ટી.જી.એસ દ્રારા મોકલી આપેલ હોય અને ફરીયાદીએ આ અંગે શરત ચાંડાક સાથે વાત કરતા પોતે ફરીયાદિને કોઇ મેસેઝ નહી કરેલ હોવાની વાત કરેલ હોય ત્યારે ફરીયાદિને જાણવા મળેલ કે આ કામના આરોપી મોબાઇલ નંબર ૯૯૩૬૯ ૫૫૭૧૬ તથા યુકો બેંક એકાઉન્ટ નંબર ૩૪૯૯૦૨૧૦૦૦૦૬૮૭ ના ખાતા ધારકે મળી ફરીયાદિ સાથે રૂ ૯૮,૦૦,૦૦૦ ની છેતરપીંડી કરી હતી. જે બાદ વેપારીએ આરોપીઓ વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW