HomeGujaratમાળીયા મિયાણા-કચ્છ હાઇવે પર ફોર્ચ્યુનર કારે ડબલ સવાર બાઈકને ઠોકર મારતા બેને...

માળીયા મિયાણા-કચ્છ હાઇવે પર ફોર્ચ્યુનર કારે ડબલ સવાર બાઈકને ઠોકર મારતા બેને ઈજા

માળીયા મિયાણા-કચ્છ હાઇવે ઉપર પેટ્રોલ ભરાવી ઘરે પરત જઈ રહેલા બે બાઈક સવાર યુવાનોને ફોર્ચ્યુનર કારના ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જાયો હતો.

મળતી વિગતો મુજબ, જામનગરના જોડિયાના મોટા વાસ બંદર રોડ ઉપર રહેતા જુસબભાઈ હારુનભાઈ કકકલ ઉ.52 નામના આધેડે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમનો પુત્ર ઝુબેર અને ભત્રીજો હનીફ માળીયા ખાતે તેમના વેવાઈના ઘેર આવ્યા હતા. જે બાદમાં પેટ્રોલ ભરાવી પરત જતા હતા. ત્યારે ઓનેસ્ટ હોટલ નજીક GJ-39-CA-9396 નંબરની ફોર્ચ્યુનર કારના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક કાર ચલાવી પાછળથી બાઇકને ઠોકર મારતા હનીફ અને ઝુબેરને ઇજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW