HomeGujaratપાકિસ્તાનની અવળચંડાઈ ગુજરાતના દરિયામાં ફાયરિંગ, ઓખાની ફિશિંગ બોટ ડૂબી જતા ભારતીય કોસ્ટ...

પાકિસ્તાનની અવળચંડાઈ ગુજરાતના દરિયામાં ફાયરિંગ, ઓખાની ફિશિંગ બોટ ડૂબી જતા ભારતીય કોસ્ટ ગાર્ડે માછીમારોને બચાવ્યા

ગુજરાતના દરિયા નજીક ગત મોડીરાત્રિના ઓખાની બોટ પર તેના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સદનસીબે માછીમારોનો બચાવ થયો હતો. જ્યારે બોટએ જળસમાધિ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા બોટના માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે.

પાકિસ્તાન મરીન સિક્યોરિટી ગાર્ડ દ્વારા અવારનવાર ભારતીય બોટ અને માછીમારોને અપહરણ કરી જવામાં આવતા હોય છે. જોકે કેટલાક સમયથી શાંતિ જોવા મળી હતી, પરંતુ પાક મરીને ફરી લખ્ખણ ઝળકાવ્યા હોય એમ ગઇકાલે રવિવાર રાત્રિના સમયે ભારતીય જળ સીમા નજીક માછીમારી કરી રહેલી ઓખાની બોટ પર તેણે ફાયરિંગ કર્યું હતું. એને પગલે સમુદ્રમાં નાસભાગ મચી ગઇ હતી. ફાયરિંગને લઇ ઓખાની બોટે જળસમાધિ લઇ લીધી હતી. આ બનાવની જાણ થતાં કોસ્ટગાર્ડ તરત મદદે પહોંચી ગયું હતું અને બોટના માછીમારોને બચાવી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. બાદમાં ઓખા બંદરે લાવવામાં આવશે. ભારતીય જળસીમા નજીક પાક મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવતાં ગુજરાતના માછીમારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW