HomeGujaratમોરબીના શનાળા ગામે તાંત્રિક વિધિના બહાને દાગીનાની ચીટીંગ કરનાર બે શખ્સોની ધરપકડ

મોરબીના શનાળા ગામે તાંત્રિક વિધિના બહાને દાગીનાની ચીટીંગ કરનાર બે શખ્સોની ધરપકડ

મોરબીના શકત શનાળા ગામે રહેતા ભરતભાઈ નરશીભાઈ સનારીયાએ ગત તા. 18/11/2024ના રોજ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી નીલેશગીરી ઉર્ફે નલીનગીરી મોતીગીરી ગોસાઈએ ફરિયાદીને વિશ્વાસમાં લઈને ધંધો રોજગાર બરાબર ચાલશે કહીને વિશ્વાસ કેળવી ધાર્મિક વિધિના બહાને સોનાનો ચેન, સોનાની બુટી, સહિતના દાગીના અને રોકડ રૂ. 50 હજાર મળીને કુલ રૂ 3.30 લાખની છેતરપીંડી આચરી હતી. જે બનાવ મામલે સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી. જયારે પોલીસને બાતમી આધારે આરોપી નીલેશગીરી ગોસાઈ હાલ જુના રાસંગપર ગામથી ઝડપી લીધો હતો.

જે આરોપી પાસેથી ડાયમંડ વાળી સોનાની રીંગ, સોનાની જાળી વાળી બુટી જોડી 1, સોનાનો પારા વાળો ચેઈન નંગ 1, એક મંગલસૂત્ર, સોનાનું પેડલ, સોનાની ડાયમંડ વાળી બુટી, સોનાના ઢાળ નંગ 2 કીમત રૂ 2.80 લાખ સહીત કુલ રૂ 4,66,550નો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલ આરોપીએ ફરિયાદી ભરતભાઈ સહીત કુલ 12 જેટલા માણસોને પોતાની વાતોમાં ફસાવી વિધિ કરવાના બહાને ચીટીંગ કર્યાની કબુલાત આપી છે. તેમજ દાગીના અડાણે મૂકી રૂપિયા મેળવી રૂપિયા વાપરી નાખતો આરોપી વિધિના બહાને સોનાના દાગીના મેળવી બાદમાં શનાળા ગામે રહેતા ચંદ્રસિંહ બટુકભા ઝાલાને અડાણે આપી રૂપિયા મેળવી, તે રૂપિયા વાપરી નાખતો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે આરોપી ચંદ્રસિંહ બટુકભા ઝાલા રહે. શકત શનાળા ગામ તા. મોરબી વાળાને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW