HomeGujaratમાનસિક અસ્થિર વૃદ્ધાનો પોલીસે પરિવાર સાથે ભેટો કરાવ્યો 

માનસિક અસ્થિર વૃદ્ધાનો પોલીસે પરિવાર સાથે ભેટો કરાવ્યો 

છતીસગઢથી ટ્રેનમાં બેસી મોરબી પહોચ્યા પરિવારની ફરિયાદ બાદ પોલીસે સક્રિયતા દાખવી,  
 
મોરબી તાલુકા પોલીસ મથકમાં ગઈકાલે ફરિયાદ મળી હતી કે, મોરબીના ગણેશભાઈ રામકુમાર યાદવના માતા મીનાબેન રામકુમારી યાદવ માનસિક અસ્થિર મગજના હોય તેમ જ મોટી ઉંમરના હોય ગત તારીખ 23ના રોજ તેઓ ટ્રેનમાં બેસી મોરબી આવી ગયા હતા. જોકે તેઓ પરિવાર દ્વારાં તેની તપાસ કરવામાં આવી છતાં પત્તો લાગતો ન હોય જેથી તેઓ પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. શ્રમિક પરિવારની ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસના પીઆઇ એન આર મકવાણા ના માર્ગદર્શનમાં હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ ગોલતર, મહિલા કોન્સ્ટેબલ ખમાબેન બગોદરિયા દ્વારા તપાસ શરૂ કરી હતી. દરમિયાન બાતમી મળી હતી કે પોલીસ જે વૃદ્ધાની શોધખોળ કરી રહી છે. તે રંગપુર પાસે આવેલા સ્ટેનફોર્ડ સિરામિકમાં હોય જેથી આ વાતની આધારે તાલુકા પોલીસ મીટીંગ સ્થળ પર પહોંચી હતી અને મહિલાને તાલુકા પોલીસમાં તકે લાવી હતી. બાદમાં પરિવાર સાથે તેનું પુનઃ મિલન કરાવતા શ્રમિક પરિવારે નિરાંત નો શ્વાસ લીધો હતો. 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW