વાંકાનેર તાલુકાના લૂણસર ગામમાં ધોળા કુવા તરીકે જાણીતી વન વિભાગની જગ્યામાં બનેલી પથ્થર ની દીવાલ નું નિરિક્ષણ કરવા મોરબી ડી સી એફ ચિરાગ અમીન એસીએફ પ્રતીક નરોડિયા આરએફઓ રાહુલ વાંક સહિત ના સ્ટાફ ગયા હતા તે વખતે દીવાલ ની બાજુમાં ડમ્પર, એકસકેવેટર મશીન થી ગેર કાયદેસર માટીની ચોરી થતી હતી જેથી ડી સીએફ દ્વારા વાહનોના ફોટા વીડિયો લઇ ખાણખનિજની ટીમ આવે ત્યા રોકી રાખવા જણાવ્યુ હતું જેથી વન વિભાગના કર્મચારી મુકેશ સોલંકી અને સ્ટાફ દ્વારા વાહનોને રોકવામાં આવતા જે તે સમયે ડમ્પર ના માલિક રમેશ જાલા ગમારા આવી પહોંચ્યો હતો અને દમ્પર છોડવા જણાવ્યુ હતું જોકે વન કર્મીએ ના પાડતા આરોપી ધમકી આપી ફરાર થઈ ગયો હતો બાદમાં સાંજના સમયે બાઇકમાં બે શખ્સ આવ્યા હતા એક શખ્સ દંપર ચાલુ કરી નીકળવા લાગતા આરોપીએ ડમ્પર થી ઈજા પહોંચાડ ના ઇરાદે તેના પર ચડાવવા પ્રયાસ કર્યો હતો જોકે વન કર્મી સમયસર દૂર ખસી જતાં બચી ગયા હતા થોડી વાર બાદ ફરી આરોપી એકસકેવેટેર મશીન લેવા આવી પહોંચ્યો હતો જોકે આ વખતે વન વિભાગના કર્મીઓએ અટકાવતા જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા બનાવ અંગે વન કર્મી મુકેશ સોલંકીએ રમેશ જલાભાઈ ગમારા, આઇવા ડંપર ચાલક અને બાઈક ચાલક સામે ધાક ધમકી, સરકારી ફરજમાં રૃકાવટ અને ઈજા પહોંચડવાના ઇરાદે ડપર ચલાવવા અંગેની ફરિયાદ નોંધાવી હતી

