HomeGujaratમોરબીમાં નજીવા બાબતે બે પરિવાર વચ્ચે મારામારી

મોરબીમાં નજીવા બાબતે બે પરિવાર વચ્ચે મારામારી

મોરબીના ખાટકીવાસમાં કુબેરનાથ વાળી શેરીમાં રહેતા આઇશાબેન હુસેનભાઈ કટારીયાએ તેઓ પોતાના ઘર પાસે કૂતરાને હુડ હુડ કરતા હતા. ત્યારે આરોપી શબ્બીર ત્યાંથી પસાર થતા શબ્બીરને એમ લાગ્યું હતું કે, તેઓને હુડ હુડ કરે છે. જેથી એ વાતનો ખાર રાખી ગાળાગાળી કરી ઝપાઝપી કરી મુંઢ ઇજાઓ પહોંચાડી હતી.

સામાપક્ષે શબ્બીર અબ્બાસભાઈ તરકબાણ રહે.દરબાર શેરી વાળાએ આરોપી હુસેન કાસમભાઈ કટારીયા, આયસુ હુસેનભાઈ કટારીયા અને સહેનાજ જુનાભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, તેઓ સંતાન અને પત્ની સાથે ઘર તરફ જતા હતા. ત્યારે આરોપીઓએ ઉભા રાખી કાલે તું શું બોલતો હતો? તેમ કહી ગાળો આપી ઢીકા પાટુનો માર માર્યો હોવાનું જણાવી ફરિયાદ નોંધાવતા મોરબી સીટી એ- ડીવીઝન પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW