HomeGujaratવાંકાનેરના પાડધરા ગામ નજીક ઇકો કારમાં ૫૦૦ લીટર દારૂ પકડાયો, ચાલકની ધરપકડ

વાંકાનેરના પાડધરા ગામ નજીક ઇકો કારમાં ૫૦૦ લીટર દારૂ પકડાયો, ચાલકની ધરપકડ

વાંકાનેર તાલુકા પોલીસે એક કારમાંથી ૫૦૦ લીટર દેશી દારૂ સાથે ચોટીલા તાલુકા ના જાની વડલા ગામના શખ્સને ઝડપી લીધો હતો પોલીસે તેની પૂછ પરછ કરતા દારૂ મોકલનાર તથા મંગાવનારના નામ ખુલતા તેની સામે પણ ગુન્હો નોધી બન્ને શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસે બાતમીના આધારે પાડધરા ગામ પાસે આવેલ મહાનદીના પુલ ઉપરથી દેશી દારૂની હેરાફેરી કરનાર નંબર પ્લેટ વગરની સિલ્વર કલરની મારૂતી સુઝુકી ઇકો કારમાં દેશી દારૂ લીટર-૫૦૦ સાથે કુલ કી.રૂ.૪,૦૦,૦૦૦/- ના મુદ્દમાલ સાથે અજયભાઇ ભગવાનભાઈ મકવાણા ઉ.વ.૨૦ રહે. નાળીયેરી તા.ચોટીલાવાળાને પકડી પાડ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આ જથ્થો ચાંપરાજભાઇ રહે.જાનીવડલા તા. ચોટીલાએ આપ્યો હોય અને મયુર ઉર્ફે નાગરાજ હરેશભાઇ અસવાર રહે.ઢુંવાવાળાએ મંગાવ્યો હોવાનું ખુલતા તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW