HomeGujaratમોરબીમાં 16 નવેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટીનું નુતન સ્નેહમિલન ઉમા ટાઉનશીપ ખાતે...

મોરબીમાં 16 નવેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટીનું નુતન સ્નેહમિલન ઉમા ટાઉનશીપ ખાતે યોજાશે

મોરબી: વિક્રમ સવંત.2080ની વિદાય સાથે વિક્રમ સવંત. 2081નો ભવ્ય આગમનને વધાવવા તેમજ પરસ્પર શુભેચ્છા પાઠવવા મોરબી માળિયા વિધાનસભા વિસ્તારમાં કાર્યકર્તાઓના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ છે. આ કાર્યક્રમ તા.16/11/2024 ના રોજ સાંજે 5 વાગ્યે ઉમા ટાઉનશીપ, સર્કિટ હાઉસ સામે, મોરબી-2 ખાતે યોજવામાં આવશે. આ આયોજનમાં હિતેશભાઈ ચૌધરી, રણછોડ દલવાડી, કે એસ અમૃતિયા, જેઠાભાઈ મિયાત્રા, નરેન્દ્રસિંહ ઝાલા, હંસાબેન પારેધી, હીરાભાઈ ટમારીયા, પ્રવીણભાઈ સોનાગ્રા, કમળાબેન ચાવડા, જીતુભાઈ સોમાણી, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, મેઘજીભાઈ ચાવડા, કેશરીદેવસિંહ ઝાલા, ચંદુભાઈ શિહોરા, પુનમબેન માડમ, મગનભાઈ વડાવીયા, ઉર્વશીબેન પંડ્યા સહિતના આગેવાનો સમારોહની શોભા વધારશે.

આ કાર્યક્રમમાં દીપ પ્રાગ્ટય વિનોદભાઈ ચાવડા હસ્તે કરવામાં આવશે. તેમજ આ સમારોહના અધ્યક્ષ પરસોતમ રૂપાલા અને જયંતીભાઈ કાવડિયા, ભરભાઈ બોઘરા ગરીમામય ઉપસ્થિતિ તરીકે કાર્યક્રમમાં હાજરી આપશે. આ સમારોહ સંપન્ન થયે ભોજનની વ્યવસ્થા કરાઈ છે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા મોરબી-માળીયા વિધાનસભના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ નિમંત્રણ પાઠવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW