HomeGujaratમોરબીના રવાપર પાસે માલિકીના મકાનમાં પાટેશન મારવાની ના પાડતા વૃદ્ધ અને તેની...

મોરબીના રવાપર પાસે માલિકીના મકાનમાં પાટેશન મારવાની ના પાડતા વૃદ્ધ અને તેની પુત્રવધુ પર હુમલો

મોરબીના આલાપ રોડ સતાધાર સોસાયાટી-2 સિધ્ધિવિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા હંસરાજભાઈ ડાયાભાઈ કાવર તથા તેના પુત્રવધુ કિંજલબેન સાથે રવાપર રોડ પર આવેલ વિજયનગર-1માં તેની માલીકીના મકાને ગયેલ હતા. જ્યાં આરોપીઓએ મકાનની વચ્ચે આડુ પાટેશન મારતા હોય જેથી ફરી.એ પાટેશન મારવાની ના પાડતા રણછોડભાઈ મનજીભાઈ, ચુનિલાલભાઈ, ભુદરભાઈ, સુનીતાબેન રણછોડભાઇ, રમેશભાઈ મગનભાઈ, રમેશભાઈના પત્ની, પ્રવણભાઈ ચુનિલાલનભાઇ અને કાંતાબેન ચુનીલાલભાઇ સહિતના આઠ આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને લાકડાના ધોકા વડે માથાના ભાગે મારી તથા ફરી.ના પુત્રવધુ ને હાથ તથા પગના ભાગે લાકડાનો ધોકો મારી બોલાચાલી કરી ભુડીગાળો આપી ઢીકા-પાટ્ટુનો મુંઢમાર મારી ગંભીર ઈજા પહોચાડી હતી. આ મામલે હંસરાજભાઈ કાવરએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં તે આઠ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW