મોરબી શહેરના અલગ અલગ વિસ્તારમાં રોડ-રસ્તાની હાલત અત્યંત દયનીય છે ખાસ કરીને મુખ્ય બજારના રોડની હાલત દયનીય હોય તંત્ર દ્વારા દિવાળી બાદ રોડ રસ્તાના કામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવા દાવા કર્યા હતા હવે આ રોડની કામગીરી શરુ કરવા તંત્રએ તૈયારી પૂર્ણ કરી છે શહેરના અલગ અલગ વિસ્તારમાં સીસી રોડ અને ડામર રોડના કામ શરુ કરવા કમર કસી છે મોરબીમાં આજે પાલીકા દ્વારા શહેરના અલગ અલગ 6 વિસ્તારમાં રૂ 3.25 કરોડના ખર્ચે સીસી રોડ અને અલગ અલગ 10 વિસ્તારમાં રૂ 2.56 કરોડના ખર્ચે બનનારા રોડ એમ કુલ 5.81 કરોડના ખર્ચે બનનારા 16 રોડનું આજે ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા ખાત મૃહુત કરાવી શરુ કરાવવામાં આવશે.સીસી રોડના કામનું ખાત મૃહુત આજે સાંજે 5 વાગ્યે આલાપ પાર્ક પાસે કરવામાં આવશે જયારે 10 ડામર રોડનું કામ રાત્રે 8 વાગ્યે નેહેરુગેટ ચોક ખાતે કરવામાં આવશે.