મોરબીના બેલા ગામની સીમમાં આવેલ લેનકોસા સિરામિક ફેકટરીમાં લેબર કવાટર્સમાં રહેતા હરિકુમાર મોહનપ્રસાદ ઉ.26 પોતાના કવાટર્સથી ચાલીને ફેકટરી તરફ જતો હતો. ત્યારે કોઈ કારણોસર પડી જતા મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા તેના મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં આવેલ રે-સેરા ક્રિએશન નામની સિરામિક ફેકટરીમાં કામ કરતા અને લેબર કવાટર્સમાં રહેતા મૂળ ઝારખંડના વતની ચરણ ટુકલુ બોન્ટા બારી નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કર્યો હતો. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી છે.
મોરબીના પાડા પુલ નીચે પાણીમાં ડૂબી જતાં ચકુભાઈ નરસીભાઈ વાઘેલા ઉ.45 નામના યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી-ડિવિઝન પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.