HomeGujaratવાંકાનેર નજીક પૈસાની ઉધરાણી મામલે ત્રણ શખ્સોએ યુવાનનું અપહરણ કરી માર માર્યો

વાંકાનેર નજીક પૈસાની ઉધરાણી મામલે ત્રણ શખ્સોએ યુવાનનું અપહરણ કરી માર માર્યો

સુરેન્દ્રનગર જિલ્લાના મનડાસર ગામે રહેતા લીલાભાઈ કાળુભાઇ ભૂંડિયા ઉ.35 નામનો યુવાન ગત તા.5ના રોજ પોતાના ઘેરથી વાંકાનેરના લુણસર ગામ તરફ સ્વીફ્ટ કારમાં આવી રહ્યો હતો. ત્યારે વાંકાનેરના લુણસરથી મનડાસર જવાના રસ્તે આવેલ સોલાર પ્લાન્ટ નજીક GJ-13-NN-1529 નંબરની સ્કોર્પિયો કારમાં આવેલા આરોપી ખોડાભાઈ રણછોડભાઈ સેફાત્રા, ગોપાલભાઈ ગેલાભાઈ સેફાત્રા રહે. ખેતરડી, તા.હળવદ અને મેલાભાઈ હમીરભાઈ સેફાત્રા રહે.ચુપણી, તા.હળવદ વાળાએ ફરિયાદીની સ્વીફ્ટ કાર સાથે અથડાવી અને લીલાભાઈ પાસે પૈસાની ઉઘરાણી કરી લીલાભાઈનું અપહરણ કરી નાસી ગયા હતા. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, આ બનાવ અંગે લીલાભાઈએ તે ત્રણ શખ્સો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટ્રર કરાવ્યો છે, પોલીસે ગુનો નોધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW