મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે કાલિકા પ્લોટ શેરી નં.1 માં ગોલ્ડન સેન્ટર પ્રાઈઝ નામની દુકાન પાસે જાહેરમાં જુગાર રમતા અનિલભાઈ સદરુદીનભાઈ હાજીયાણી, સિયાજભાઈ રહેમતુલ્લાભાઈ સુરાણી અને શાહબુદીનભાઈ રહેમતુલ્લાભાઈ સુરાણી નામના શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ રૂ.- 10,260નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી તે શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

