રાજ્યમાં લાંબા સમયથી અલગ અલગ જિલ્લામાં પશુ ચિકિત્સક ની જગ્યા ખાલી પડી હતી જે જગ્યા ભરવા ની કાયૅવાહી રાજ્ય સરકાર દ્રારા કરવામાં આવી હતી જેમાં અલગ અલગ જિલ્લાની ખાલી જગ્યા ભરવા જીપીએસસી દ્વારા ભરતી પ્રકિયા હાથ ધરી હતી અને તે પ્રકિયા પૂર્ણ થઈ જતાં રાજ્ય પશુ પાલન અધિકારી વર્ગ,2ના130 પશુ ચિકિત્સક ની નિમણુક કરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લામાં કુલ 4 પશુ ચિકિત્સક ની જગ્યા ભરવામાં આવી છે જેમાં ડો મેહુલ પટેલ, ડો.ગૌતમ મકવાણા, ડો મિલન ચૌધરી,અને હિમાંશુ ચૌધરી ની નિમણુક મોરબી જિલ્લામાં કરવામાં આવી છે

