Tuesday, October 28, 2025
HomeGujaratસુરેન્દ્રનગરના દસાડા પાસે બૂટલેગરની ગાડી રોકવા જતા PSIનું મોત

સુરેન્દ્રનગરના દસાડા પાસે બૂટલેગરની ગાડી રોકવા જતા PSIનું મોત

સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમના પી.એસ.આઇ તરીકે ફરજ બજાવતા જે એમ પઠાણ ગઈકાલે મોડીરાત્રે 2.30 વાગે દસાડા થી પાટડી રોડ ઉપર કઠાડા ગામ પાસે હતા. આ વખતે હકીકત મળેલ કે ત્યાંથી એક દારૂ ભરેલી ક્રેટા કાર પસાર થનાર છે. જેથી કઠાડા ગામથી આગળ વળાંક ઉપર તેઓ એસએમસીની ટીમના માણસો સાથે બ્લોક કરીને ઉભા હતા. આ વખતે પાટડી તરફથી ક્રેટા કાર ટેલર ની બાજુમાંથી પસાર થતા તેને રોકવા જતા ટેલર અને ક્રેટા કાર રોકાયેલ નહિ.

આ વખતે ટેલરના પાછળના ભાગે SMC ટીમ ની ફોર્ચ્યુનર ગાડી આવતી હતી. તેમની લાઈટ જોઈ એસએમસીના પી.એસ.આઇ બચવા જતા ટેલરના પાછળના ભાગે અથડાઈ ગયેલ અને સાથેની ટીમનો પોલીસ હેડ કોન્સ્ટેબલ રોડની ડાબી બાજુ ફંગોળાઈ ગયા હતા. આમ ક્રેટા ગાડીને રોકવા જતા વચ્ચે ટેલર આવી જતા ક્રેટા ટ્રેલર ની જમણી બાજુ માંથી નીકળી ગયેલ અને ટ્રેલર અને ફોર્ચુનરના લાઈટના અજવાળામાં પીએસઆઇ પઠાણ ટેલરની પાછળના ભાગે અથડાઈ ગયેલ અને માથાના ભાગે ગંભીર ઇજા થતાં પ્રથમ દસાડા પીએસસી સેન્ટર ઉપર ત્યારબાદ વિરમગામ સરકારી દવાખાને લાવતા ત્યાં તેમનું દુઃખદ અવસાન થયેલ છે. આ બનાવ અંગે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page