ટંકારા તાલુકાના સજનપર ગામમાં રહેતા હરજીભાઈ લિંબાભાઈ બરા સરા નામના વૃદ્ધને વિનોદભાઈ બરાસરા સાથે આજથી ત્રણ-ચાર દિવસ પહેલા બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી તથા વિનોદભાઈએ ગાળો આપી હતી અને તેમ વૃદ્ધને પકડી રાખી અશોક પ્રભુભાઈ બરાસરાં, ભરત પ્રભુભાઈ બરાસરાંએ લાકડાના ધોકા વડે શરીરે તથા હાથમા આડેધડ માર મારી ફરીયાદીને ડાબા તથા જમણા હાથમા કાંડા થી કોણી વચ્ચેના ભાગમા ફેકચર જેવી ઇજા કરી જતા રહેલ તેમજ થોડીવાર બાદ આરોપી પાર્થ અશોક ભાઈ અને મિલન અશોકભાઈ એ ઓ લાકડાના ધોકા સાથે આવી ફરીયાદીને લાકડાના ધોકા વડે માર મારી તેમજ હવે પછી મારા ભાઈને કે પરીવારને કાંઈ બોલ્યો છો તો જાનથી મારી નાખીશુ તેમ ધમકી આપી ફરાર થઈ ગયા હતા.બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

