HomeGujaratમોરબી જિલ્લામાં બનેલ બે અપમુત્યુના બનાવમાં 2 ના મોત

મોરબી જિલ્લામાં બનેલ બે અપમુત્યુના બનાવમાં 2 ના મોત

ટંકારાના લગધીરગઢ ગામ નજીક આવેલ જય બાલાજી પોલીપેક નામના કારખાનાની લેબર કોલોનીમાં રહેતા વિકિકુમાર શિવાકુમાર ગૌણ નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગઈકાલના રોજ લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેને પીએમ અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે ટંકારા પોલીસને જાણ થતા મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

વાંકાનેરના પાડધરા ગામે રહેતા બાઘાભાઇ જાદુભાઇ ડૈણીયાએ ગત તા. 03ના રોજ ગામમાં આવેલ આદર્શ પટેલની બેલાની ખાણમાં ઉંચાઈ ઉપરથી નીચે પટકાઈ પાણી ભરેલા ખાડામા પડી જતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે તેના મુત્યુ અંગે નોધણી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW