HomeGujaratમોરબીમાં પાણીની લાઈન માં ખોદવા મુદ્દે બે પરિવાર બાખડયા ,સામ સામે ફરિયાદ

મોરબીમાં પાણીની લાઈન માં ખોદવા મુદ્દે બે પરિવાર બાખડયા ,સામ સામે ફરિયાદ

મોરબી શહેરના લીલાપર રોડ પર આવેલા રામદેવ પીર મંદિર પાસેની સાત હનુમાન સોસાયટીમાં રહેતા બે પરિવાર વચ્ચે પાણીની લાઈન મુદ્દે બોલાચાલી થતા મામલો બિચક્યો હતો અને એક બીજા પર ધોકા પાઇપ વડે હુમલો કરી દેતા બન્ને પક્ષના લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથક સામે સામે ફરિયાદ નોંધાઇ હતી.બનાવની મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ પર રહેતા સુનીલ ડુંગરભાઈ ચાવડાએ પોતાના ઘર પાસે પાણીની લાઇન ખોદતા હતા ત્યારે તેના જ વિસ્તારમાં રહેતા પાંચાભાઇ ઉર્ફે બાઠીયો લક્ષમણભાઇ આદ્રોજા તેના પત્ની ક્રીષ્નાબેન પાંચાભાઇ ઉર્ફે બાઠીયો આદ્રોજા દીપક ઉર્ફે પેથીયો લક્ષમણભાઇ આદ્રોજા ભાનુબેન દીપક ઉર્ફે પેથીયો આદ્રોજા ,સુનીલ દીપક ઉર્ફે પેથીયો આદ્રોજા, પ્રવીણ ઉર્ફે કાળભેરવ આરતીબેન, પ્રવીણ ઉર્ફે કાળભેરવ હસમુખભાઇ હીરાબેન હસમુખભાઇ સહિતનાએ મંડળી રચી એક સંપ કરી આવી સુનીલ ભાઈ . તથા પરિવારનાં લોકો ને ગાળો આપી પથ્થરના છુટા ઘા કરી ઇજા પહોચાડી .નપાણીની લાઇન ન ખોદવાનુ કહી પાવડાનો એક ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ઘરના સદસ્ય સંજયભાઇને પથ્થરના ઘા મારી આરોપી નં.૧ એ લાકડાના ધોકો મારી તથા પ્રેમીલાબેનને આરોપીઓએ એ વાળ પકડી ઢીકા પાટુનો માર મારી એ જમણા હાથના બાવડાના ભાગે લાકડાનો ધોકો મારી તથા શીલ્પાબેનને વાળથી પકડી ઢીકાપાટુનો માર મારી, પરિવારના લોકોને અનુસુચીત જાતીના હોવાનુ જાણતા હોવા છતા જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હોવાની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.સામે પક્ષે પાચા લક્ષમણ આદ્રોજાએ આરોપી સુનીલ ચાવડા, સંજય ચાવડા, પ્રેમીલાબેન ચાવડા,શિલ્પાબેન ચાવડા સામે કામ પાણીની લાઇન સામે પાણી ની લાઈન નાખવામા થયેલ ખર્ચ મા ભાગ આપવા અન્યથા લાઇન ન ખોદવા કહેતા આરોપીઓએ એ ફરિયાદી અને તેના પરિવારના સભ્યોને ગાળો આપી આરોપી નં.૧ એ ફરી.ને કપાળના ભાગે ઉંધો પાવડો મારી તથા સાહેદ દીપકને માથામાં ઉંધા પાવડાનો ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા આરોપી આરતીબેન તથા ભાનુબેન સાથે જપાજપી કરી મારમારી કરી હતી. બનાવ અંગે એ ડિવિઝન પોલીસ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW