HomeGujaratમોરબી ST ડેપોને દિવાળી પર્વમાં રું.19.75 લાખની આવક,એક્સ્ટ્રા બસ દોડાવી છતાં મોટાભાગની...

મોરબી ST ડેપોને દિવાળી પર્વમાં રું.19.75 લાખની આવક,એક્સ્ટ્રા બસ દોડાવી છતાં મોટાભાગની બસ ભરચક

ઉદ્યોગ નગરી મોરબી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેત મજૂરી અને બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા શ્રમિક દિવાળીનો તહેવાર પરિવાર સાથે ઉજવવા ખૂબ મોટી સંખ્યામાં શ્રમિકો પોતાના વતન તરફ વળ્યા હતા જેના કારણે છેલ્લા 10દિવસ થી ખાનગી પેસેન્જર વાહનો હોય કે એસટી વિભાગ તમામની આવકમાં જબરો ઉછાળો નોંધાયો છે.મોટાભાગની બસ ભરચક જતાં સામાન્ય દિવસોમાં મોરબી એસટીને દૈનિક 3થી 3.50 લાખની આવક સામે દિવાળીને પગલે એસટીની દૈનિક આવકમાં લાખોનો વધારો થવાની સાથે દાહોદ, રાજકોટ, જામનગર રૂટ ઉપર એક્સ્ટ્રા બસ દોડાવી પડી રહી છે.છેલ્લા કેટલાંક દિવસો દરમિયાન મોરબી થી કચ્છ, જામનગર રાજકોટ અમદાવાદ દાહોદ સહિતના જિલ્લામાં મુસાફરોની સંખ્યામાં આવેલા ઉછાળાને પગલે દાહોદ, રાજકોટ અને જામનગર રૂટમાં વધારાની 44 ટ્રીપ દોડાવી છે અને હજુ જરૂર પડ્યે વધારાની ટ્રીપો દોડાવવામાં આવશે.વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે મોરબી એસટી ડેપોને સામાન્ય દિવસોમાં દરરોજની રૂપિયા 3 થી 3.5 લાખ રહેતી હોય છે પરંતુ દિવાળીના તહેવારને કારણે છેલ્લા ચાર દિવસમાં રૂ.19.75 લાખની આવક થતા રૂ.5.75 લાખની વધારાની આવક થવા પામી છે.મોરબી એસટી ડેપો મેનેજર પઢારીયાએ જણાવ્યુ હતું

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW