હળવદના કૃષિ વિધાલયના ઝાપા નજીક રહેતા કીશનભાઈ તે તેના મિત્રો સાથે ગત તા.-27 રોજ સખી મરચા ફ્લોર મીલમાં બેન્જો વગાડતા હોય ત્યારે આરોપી મહેશભાઇ મગનભાઇ પરમાર સખી મરચા ફ્લોર મીલમાં કિશન પાણી પીવા જતા ફલોરમીલ બંધ થઈ જતા તેઓને પાણી પીવાની ના પાડતા આરોપીએ બોલાચાલી કરી હતી. કિશન ભાઈએ આઝાદભાઇ મનસુખભાઇ બાલાસનીયા ને ફોન કરતા તથા આઝાદભાઇએ તેના સાળા મેહુલભાઇ ત્યા આવી આરોપીને સમજાવતા સારૂ નહી લાગતા બંને આરોપીઓ કીશન સાથે ઝપાઝપી કરી ગાળો દેતા ફરીયાદ સાહેદ્ને છોડાવવા વચ્ચે પડતા આરોપી મહેશભાઈએ લાકડાનો ધોકો લઇ આવી આઝાદભાઇ માથાના આગળના ભાગે એક ધોકો મારેલ તેમજ આઝાદભાઇ ના સાળા મેહુલને વાંસાના ભાગે મુંઠ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે કીશનભાઈના ભાઈએ હળવદ પોલીસ મથકમાં તે બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે.

